મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: માઈક્રોસોફ્ટના કર્મચારીઓ પર નોકરીનું જોખમ

સોર્સ: gstv

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના કર્મચારીઓ પર નોકરીનું સંકટ તોળાઈ રહ્યુ છે. આશરે 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાની ઓફર આપી છે. તેના બદલામાં તેમને એકસાથે સારી એવી રકમ ચૂકવવામાં આવશે. આ ઓફર ભારત, અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં કામ કરતા એવા કર્મચારીઓ માટે છે, જેઓ લેવલ 70 અથવા તેનાથી નીચલા હોદ્દા પર છે. કંપનીમાં કુલ 2 લાખ 23 હજાર કર્મચારીઓ છે, જેમાંથી 23 હજાર ભારતમાં છે. તેમાંથી કેટલાને આ ઓફર મળશે, તે સ્પષ્ટ નથી. ભારતમાં પાત્ર કર્મચારીઓએ 1 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવો પડશે. કંપની આવું એટલા માટે કરી રહી છે કારણ કે તે એઆઈની નવી ટેક્નોલોજી અને સિસ્ટમો વિકસાવવામાં ઘણો ખર્ચ કરી રહી છે. આ ખર્ચની ભરપાઈ કરવા માટે કંપની આ પગલું લઈ રહી છે. જો કંપની વૉલન્ટરી ઑફર દ્વારા ખર્ચ ઘટાડવાનો પોતાનો લક્ષ્યાંક હાંસલ કરી શકતી નથી, તો આવનારા સમયમાં તે ફરજિયાત છટણીનું પગલું ભરી શકે છે. આવી સ્થિતિમાં નોકરી ગુમાવનાર કર્મચારીઓને વૉલન્ટરી એક્ઝિટ જેટલું સારું નાણાકીય પેકેજ મળતું નથી.

આ સમાચાર શેર કરો