જૂનિયર ટ્રમ્પે પણ સ્વીકારી - ઈરાન યુદ્ધને કારણે રિપબ્લિકન્સ ચૂંટણી હાર્યા

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ હારનું મુખ્ય કારણ ઈરાન યુદ્ધ, વધતી મોંઘવારી અને વિદેશ નીતિ સામે મતદાતાઓમાં રહેલો અસંતોષ ગણાવ્યો છે. જેડી વેન્સના આ નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે સમર્થન આપ્યું છે.
ઈરાન યુદ્ધના કારણે હાર્યા ચૂંટણી
જેડી વેન્સે રિપબ્લિકન પાર્ટીની હારને ઈરાન સંઘર્ષ, વધતી મોંઘવારી અને યુએસની વિદેશ નીતિને મુખ્ય કારણ ગણાવ્યું. વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, અમે યુદ્ધના કારણે હાર્યા. ખુદ રાષ્ટ્રપતિએ પણ આ વાત કહી છે.
જેડી વેન્સે જણાવ્યું હારનું કારણ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું કે, અમારી હારનું કારણ આ યુદ્ધ છે. ખુદ રાષ્ટ્રપતિએ પણ આ વાત કહી છે. વધુમાં જણાવ્યું કે, સૌ કોઈ જાણે છે કે અમે કેમ હાર્યા અને હવે આગળ શું કરવું જોઈએ. વેન્સે ઉમેર્યું હતું કે, જે લોકો પરિણામોથી નારાજ છે તેમણે પોતાની ઊર્જા યોગ્ય દિશામાં લગાવીને દેશને બચાવવાના કામમાં ફરીથી જોડાઈ જવું જોઈએ.




