અમદાવાદમાં પણ પ્રદૂષણનો પ્રકોપ: 17 વિસ્તારોમાં AQI 200ને પાર, થલતેજ સૌથી વધુ પ્રદૂષિત

અમદાવાદમાં પણ પ્રદૂષણનો પ્રકોપ: 17 વિસ્તારોમાં AQI 200ને પાર, થલતેજ સૌથી વધુ પ્રદૂષિત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં આ વર્ષે પણ દિવાળીની ઉજવણી નાગરિકો દ્વારા ભારે ધામધૂમથી અને મોટા પ્રમાણમાં ફટાકડા ફોડીને કરવામાં આવી. જોકે, આ ભવ્ય ઉજવણીના પરિણામે હવે શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રાજધાની દિલ્હીની જેમ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણની ગંભીર અસર જોવા મળી રહી છે. ફટાકડાના ધુમાડા અને બદલાતા હવામાનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે.

થલતેજ સૌથી પ્રદૂષિત વિસ્તાર

જાહેરાત

તાજેતરના આંકડા મુજબ, અમદાવાદના લગભગ 17 જેટલા મુખ્ય વિસ્તારોમાં AQI 200નો આંકડો વટાવી ગયો છે, જેને આરોગ્ય માટે 'સિવિયર' (ગંભીર) ગણવામાં આવે છે. શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ નોંધાયો છે, જ્યાં AQI 276 સુધી પહોંચ્યો છે. આ સિવાય હેબતપુરમાં 264 અને સોલા સ્ટેશન-2માં 262 AQI નોંધાતાં સ્થાનિકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.

અન્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો

  • બોપલ - AQI 220
  • ઘુમા - AQI 217
  • સાઉથ બોપલના વિવિધ સ્ટેશનો પર - AQI 202 થી 240
  • શિવલિક લેક વ્યુ - AQI 234
  • વસંતનગર - AQI 228
  • સરખેજ - AQI 201
  • ચાંદખેડા - AQI 203
  • નિગમનગર - AQI 203
  • રામનગર - AQI 202

બાળકો અને વૃદ્ધોને ખાસ સલાહ

હવામાં વધી ગયેલા ઝેરી કણોના કારણે નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસ કે અસ્થમાની બીમારી ધરાવતા દર્દીઓ માટે મોટો ભય ઊભો થયો છે. તબીબોએ આ સ્થિતિમાં લોકોને મોર્નિંગ વોક અને રાત્રિ દરમિયાન કે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા સલાહ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત