Video: દિવાળી પર્વમાં લક્ષ્મી પૂજન માટે ગોમતી ચક્ર, પીળી કોડીની ખરીદી: ધનતેરસની જેમ બજારોમાં ભારે માંગ

શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં ગોમતી ચક્ર અને પીળી કોડી રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે સકારાત્મક ઉર્જા અને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ભરૂચના વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે પણ તહેવાર ટાણે પૂજન સામગ્રીની ખરીદી માટે બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. પરંપરાગત પૂજન સામગ્રીની સાથેસાથે ઘર અને દુકાનોના શણગાર માટે આર્ટિફિશિયલ ફુલહારની પણ ભારે માંગ નીકળી છે, જેનાથી વેપારીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
જાહેરાત








