Video: સાબરકાંઠા: હિંમતનગર બસ સ્ટેશન પાસે ભંગારના કેબિનમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેશન પાસે આવેલી ભંગારની કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. કેબિનમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જાહેરાત








