Video: ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટની ધમકી, CM ઓફિસ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ચીમકી

સોર્સ: gstv

અમદાવાદની ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. મોકલાયેલા ઈ-મેઈલમાં ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરે અમદાવાદમાં દિલજીત દોસાંઝના શો દરમિયાન IED બ્લાસ્ટ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત 8થી 27 નવેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ ધમાકા કરવાની તેમજ અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને નિશાન બનાવવાની વાત લખવામાં આવી છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસા સંગઠનોનાં નામનો ઉલ્લેખ કરી 1984ના શીખ વિરોધી રમખાણોનો બદલો લેવાની વાત પણ કરવામાં આવી છે. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ઈ-મેઈલની ખરાઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત