Video: રાજ્યભરની જેલોને બોંબથી ઉડાવી દેવાનો મેલ

અમદાવાદની સાબરમતી જેલ સહીત રાજ્યભરની જેલોને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો છે. 2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટનો ધમકીભર્યો ઈમેઈલ ગુજરાતની DGP ઓફિસને મળ્યો છે. પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ આ ધમકી ભર્યાં ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ અને મંદિરને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે.ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેલ મોકલ્યો છે. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. એ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ જેલમાં તપાસ કરી છે... વડોદરામાં સેન્ટ્રલ જેલ પર પોલીસની ટીમ પહોંચી હતી.. તો આ તરફ રાજકોટને જેલને પણ ધમકી મળી છે.
જાહેરાત







