Video: અમદાવાદમાં કોર્પોરેટ અને વ્યાવસાયિક ક્ષેત્રે સનાતન ધર્મ અને નૈતિકતાના સમન્વયનો કાર્યક્રમ

અમદાવાદમાં શ્રી કાંચી કામકોટિ પીઠના માર્ગદર્શન અને ઉપક્રમે કોર્પોરેટ તથા વ્યાવસાયિક ક્ષેત્રમાં ધાર્મિક સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ અને વ્યાવસાયિક પદ્ધતિઓમાં સનાતન ધર્મના સિદ્ધાંતો, પ્રામાણિકતા અને નૈતિકતાનો સમન્વય કરવાનો હતો. સમારોહ દરમિયાન જીટોના વૈભવ શાહ સહિતના અતિથિઓ અને આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનારા સપોર્ટ પાર્ટનર્સ અને સહયોગીઓનું સંતોના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે તેમને આશીર્વાદ સાથે ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત







