Video: અમરેલીના ગુંદરણ ચર્ચિત ડબલ મર્ડર કેસમાં આરોપીઓનું રિકંસ્ટ્રકશન

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા પંથકમાં ભારે ચકચાર જગાવનાર અને સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર ગુંદરણ ગામના ચર્ચિત તુફાન ગાડીમાં બે યુવકોને જીવતા સળગાવી દેવાના પ્રકરણમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાના બંને મુખ્ય આરોપીઓ વિનોદ વરસંગ ડોડીયાર અને રાજુ ડોડીયારને લીલીયા પોલીસે ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ક્રાઈમ સીનનું સઘન રિકંસ્ટ્રકશન કર્યું હતું. પોલીસે આરોપીઓ સમક્ષ જ ગુનાની કડીઓ જોડતા તેમણે કઈ રીતે તુફાન કાર અને તેમાં સવાર યુવકોને આગ ચાંપી હતી તેનું પ્રેક્ટિકલ વર્ણન કર્યું હતું. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ સાથે કુતૂહલ જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત