Video: ગુજરાત યુનિવર્સિટી જાહેર કરશે નવી એપ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની રોજિંદી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે નવી એપ્લિકેશન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમ હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરિસરની સફાઈ, વીજળી, પાણી અને નળ સહિતની સિવિક સમસ્યાઓ અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. આ એપ્લિકેશનનો લાભ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આશરે 15 હજાર વિદ્યાર્થીઓ અને 1500 જેટલા સ્ટાફને મળશે. પરિસરની કોઈપણ સમસ્યાની ફરિયાદ ફોટો સાથે નોંધાવી શકાશે અને સમયસર નિરાકરણ નહીં આવે તો સંબંધિત એજન્સીને પેમેન્ટ નહીં કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીની તમામ 60 બિલ્ડિંગો માટે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કુલ 28 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને જે તે બિલ્ડિંગની તમામ વ્યવસ્થાની જવાબદારી તેના ઇન્ચાર્જની રહેશે.
જાહેરાત








