Video: જામનગરમાં મકાન ધરાશાયી થતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દોડધામ

સોર્સ: gstv

જામનગરના ગુરુદ્વાર વિસ્તારમાં આવેલા આર.ટી. જાડેજા એસ્ટેટમાં આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક મકાનનો ભાગ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં કાટમાળ નીચે દબાઈ જવાથી વૈદેહીબા જાડેજા નામનાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં, જેમને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના પગલે આસપાસના અન્ય અત્યંત ભયજનક છજ્જાઓ અને જર્જરિત બાલકનીઓને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત