Video: છોટા-ઉદેપુરના નસવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તના મતદાન વખતે ભારે હોબાળો મચ્યો

નસવાડી ગ્રામ પંચાયતના સરપંચ સામે 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેનું મતદાન બપોરે યોજાવાનું હતું. સભ્યોને લઈને આવી રહેલી ટેમ્પો ટ્રાવેલ્સ ગાડીને 200 લોકોના ટોળાએ ઘેરી લઈ ભારે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ગાડીના કાચ તૂટી ગયા હતા અને મહિલા સભ્યો સહિતના સભ્યો કલાકો સુધી ગાડીમાં ફસાયા રહ્યા હતા. બીજી તરફ, કચેરીની અંદર પહોંચેલા સભ્યો, તલાટી અને ચૂંટણી અધિકારીઓને પણ રૂમમાં પૂરી બહારથી તાળાં મારી દેવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસની ઉપસ્થિતિ છતાં ટોળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેતા આખરે મતદાન વિના જ સમય પૂર્ણ થઈ ગયો હતો. આ ઘટનાથી વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
જાહેરાત








