Video: ઓનલાઈન ખરીદી અને મોલ કલ્ચરની બોલબાલા વચ્ચે પણ સુરતના બજારોમાં ખરીદીનો દેખાયો ઉત્સાહ...

સુરત શહેરમાં દિવાળીના તહેવારને લઈને બજારોમાં ખરીદીની ભારે ધૂમ જોવા મળી રહી છે. સુરતનું સૌથી પ્રખ્યાત ગણાતું ચૌટા બજાર ખરીદી માટે મહિલાઓની પહેલી પસંદ બન્યું છે, જ્યાં અતિશય ભીડ જોવા મળી રહી છે. ઘરવખરીથી લઈને કપડાં સુધીની તમામ ચીજવસ્તુઓ એક જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. દિવાળીની છેલ્લી ઘડીઓની ખરીદી માટે આજે આ બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી એટલી હદે જનમેદની ઉમટી પડી છે.જોકે વેપારીઓએ આ વર્ષે બજાર ઠંડુ હોવાની પણ વાત કહી...
જાહેરાત







