Video: મહેસાણાના ઉનાવામાંથી 2500 બેગ યુરિયા ખાતર ઝડપાયું

મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતેથી સરકારી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે. ઊંઝા મામલતદાર અને મહેસાણા એલસીબી ટીમે બાતમીના આધારે સંયુક્ત દરોડા પાડ્યાં. જેમાં ઉનાવા આવેલા રિયા એસ્ટેટ પાછળ આવેલા ગણેશ એગ્રોના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ખેડૂતોને વિતરણ કરવામાં આવતું સબસીડીવાળું સરકારી યુરિયા ખાતર મળી આવ્યું હતું. ટીમે સ્થળ પરથી અંદાજીત 2 હજાર ૫૦૦ જેટલી યુરિયા ખાતરની બેગ જપ્ત કરી છે. ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા આ ખાતરના જથ્થા અંગે મહેસાણા એલસીબી અને ઊંઝા મામલતદાર કચેરી દ્વારા આગળની કાનૂની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત






