Video: જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે ૩ મહિનાથી બંધ પડેલો નવો રસ્તો કોંગ્રેસે જાતે જ ખુલ્લો મૂકી દીધો

સોર્સ: gstv

નવરાત્રી પહેલા ખોદવામાં આવેલો રસ્તો ૩ મહિનાથી બંધ હોવાને કારણે વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. ચીતાખાના અને ગાંધીચોક સહિતના વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ડાયવર્ઝનથી કંટાળેલા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો હતો. ક્યોરિંગ પિરિયડ પૂરો થયા છતાં રસ્તો ન ખુલ્લતાં આજે સવારે કોંગ્રેસ પરિવારના અગ્રણીઓએ સ્થળ પર પહોંચીને સિમેન્ટના બેરિકેડ હટાવીને રસ્તો જાતે જ ખુલ્લો કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મનપાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફરી રસ્તો બંધ કરતા તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે, અંતે તંત્ર દ્વારા આગામી ૬ તારીખે સાંજે ૬ વાગ્યે રસ્તો સત્તાવાર રીતે ખુલ્લો કરવાની ખાતરી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત