Video: અમદાવાદ કોર્પોરેશન કચેરી બહાર પાર્કિંગની વિકટ સમસ્યા, કામ પૂર્ણ છતાં નવું પાર્કિંગ લોકાર્પણના વાંકે બંધ!

અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓ, અરજદારોના વાહનો માટે પૂરતી પાર્કિંગ સુવિધા ન હોવાથી લોકોને નાછૂટકે પોતાના વાહનો બહાર મુખ્ય રોડ પર જ પાર્ક કરવા પડે છે. રોડ પર પાર્ક થતાં વાહનોના કારણે માર્ગ પર સતત ટ્રાફિક ખોરવાય છે અને વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચે છે. સ્થાનિક પાર્કિંગની આ વિકટ સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નજીકના ફાયર સ્ટેશન પાસે નવું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.
જાહેરાત








