દિવાળી-છઠ્ઠ પૂજા પર રેલવેની મોટી ભેટ! અમદાવાદથી બિહાર માટે દોડશે સ્પેશિયલ ટ્રેન, કન્ફર્મ ટિકિટની ઝંઝટ ખતમ

અમદાવાદથી દોડતી ટ્રેનોમાં હવે નહીં ચૂકવવો પડે સુપરફાસ્ટ ચાર્જ! રેલવે મુસાફરો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ; જાણી લો કઈ ટ્રેનોના ભાડા ઘટ્યા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને રાજગીર વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનના કુલ 4 ફેરા થશે. ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ હોવાથી પેસેન્જર રિઝર્વેશન વિના મુસાફરી કરી શકશે.

અમદાવાદ–રાજગીર વચ્ચે વિશેષ ભાડા સાથે 2 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાશે

જાહેરાત

ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર સ્પેશિયલ 4 અને 11 નવેમ્બરે અમદાવાદથી રાત્રે 11:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 6:55 કલાકે રાજગીર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સ્પેશિયલ 6 અને 13 નવેમ્બરે સવારે 9:55 કલાકે રાજગીરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6:35 કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેનના સ્ટોપેજ

આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત