Video: ધનતેરસ પર સુરતના જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકોની ભીડ, સોના-ચાંદીની ખરીદીમાં ઉત્સાહ

સોર્સ: gstv

ધનતેરસના પાવન પર્વ નિમિત્તે સુરતના જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવતું હોવાથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. શહેરમાં સવારથી જ જ્વેલર્સની દુકાનો ધમધમતી થઈ ગઈ છે. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ વધ્યો છે. લોકો પોતાની પસંદગી અને બજેટ મુજબ સોનાના દાગીના તેમજ ચાંદીની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ધનતેરસના પર્વે સુરતના જ્વેલર્સ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત