Video: અમરેલીના ધારી પંથકમાં દીપડાનો આતંક યથાવત: દેવળા ગામની સીમમાં ખેત મજૂરની બાળકી પર કર્યો હુમલો

ધારી તાલુકાના દેવળા ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની બાળકી જ્યારે સ્નાન કરી રહી હતી, તે દરમિયાન અચાનક ધસી આવેલા દીપડાએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં દીપડાએ બાળકીના ગળા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ તાત્કાલિક બાળકીને સારવાર માટે ધારી ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવી છે. બે દિવસ પહેલા જ ધારીના નાગધ્રા ગામના સીમ વિસ્તારમાં સાત વર્ષના બાળક પર પણ દીપડાએ હુમલો કર્યો હતો, જેને લઈને વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ અને ડરનો માહોલ જોવા મળ્યો છે.
જાહેરાત







