Video: દિવાળીમાં ઇમરજન્સી કોલ વધવાની શક્યતાને પગલે ૧૦૮ સેવા સજજ, 800 એમ્બ્યુલન્સ અને 38 ICU ઓન વ્હીલ્સ સતત કાર્યરત રહેશે

સોર્સ: gstv

દિવાળીની રોશની વચ્ચે કોઈના જીવનમાં અંધકાર ન છવાય તે માટે 108ની ટીમ તહેવારના દિવસોમાં પણ સતત ફરજ પર રહેશે.દિવાળીના તહેવાર દરમિયાન વધતી ઇમરજન્સી અને ફટાકડાથી દાઝવાના બનાવોને પહોંચી વળવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિશેષ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ 800 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે અને ૫૮૬ PHC તેમજ CHC કેન્દ્રો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. ખાસ કરીને, સામાન્ય દિવસોમાં બર્ન્સના ૧૧ થી ૧૨ કેસ નોંધાતા હોય છે જે દિવાળીના દિવસે વધીને ૭૭ સુધી પહોંચવાનો અંદાજ હોવાથી તંત્ર દ્વારા પૂરતો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત