Video: અમદાવાદમાં દિવાળી પર્વે આતશબાજીથી ઠેર-ઠેર આગના બનાવો: ૨૪ કલાકમાં ફાયર બ્રિગેડને ૧૩૬ કોલ મળ્યા, ગોતામાં મજૂરોનું કરાયું રેસ્ક્યૂ

અમદાવાદમાં દિવાળીના પર્વે ફટાકડા અને આતશબાજીના કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. દિવાળીના દિવસે સવારે 6 વાગ્યાથી બીજા દિવસની સવારે 6 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને આગના કુલ 136 કોલ મળ્યા હતા. શહેરના ગોતા, બોડકદેવ, વાસણા, ઘોડાસર અને ચંડોળા સહિતના વિસ્તારોમાં આગના બનાવો નોંધાયા હતા. ગોતા સિલ્વર ઓફ કોલેજ પાસે લાગેલી આગમાં ત્રણથી ચાર મજૂરોને ફાયર બ્રિગેડે સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. સ્કાય શોટ્સ અને રોકેટ જેવા ફટાકડા મકાનો તથા ખુલ્લી જગ્યાઓ પર પડતાં આગ લાગ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ફાયર વિભાગની ટીમોએ સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
જાહેરાત








