Video: તહેવારોને લઈને ગીર જંગલની બોર્ડર ગેરકાયદે લાયન શો અને સિંહ દર્શન અટકાવવા વનતંત્ર એલર્ટ..સઘન પેટ્રોલિંગ શરૂ

તહેવારોની મોસમમાં ગીર જંગલની આસપાસ પ્રવાસીઓ દ્વારા ગેરકાયદેસર લાયન શો અને સિંહ દર્શન અટકાવવા માટે વન વિભાગ દ્વારા ૭ થી ૧૫ નવેમ્બર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેંદરડા, વિસાવદર, ધારી, અમરેલી અને ગીર ગઢડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વન કર્મીઓની ટીમો દ્વારા જિપ્સી, બાઇક અને ફુટ પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી છે. વનતંત્ર દ્વારા સિંહોની સુરક્ષા માટે ચોવીસ કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે તેમજ પ્રવાસીઓને ગેરકાયદેસર લાયન શોથી દૂર રહી માત્ર અધિકૃત ગીર સફારી કે દેવળીયા પાર્ક જ જવા અપીલ કરાઈ છે. ખોટી લાલચમાં આવીને ગેરકાયદેસર સિંહ દર્શન કરનાર સામે વન વિભાગ દ્વારા કડક દંડ અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જાહેરાત








