Video: ગુજરાતના રેલવે મુસાફરો માટે ખુશખબર: ગાંધીનગર-વરેઠા મેમુ ટ્રેન હવે વટવા સુધી લંબાવાઈ

સોર્સ: gstv

ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. ગાંધીનગર-વરેઠા વચ્ચે દોડતી મેમુ લોકલ ટ્રેનને હવે વટવા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મહેસાણાના સાંસદ અને અમદાવાદના સાંસદની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા આયોજન મુજબ ટ્રેન વટવાથી શરૂ થઈ મણિનગર, અમદાવાદ, સાબરમતી, ચાંદખેડા રોડ અને ગાંધીનગર થઈ વરેઠા સુધી દોડશે. અગાઉ ગાંધીનગરમાં દિવસ દરમિયાન લાંબા સમય સુધી ઊભી રહેતી ટ્રેનનો હવે મહત્તમ ઉપયોગ થઈ શકશે. આ નિર્ણયથી મહેસાણા અને ઉત્તર ગુજરાતના નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોને અમદાવાદ અને વટવા સુધી આવવા-જવામાં વધુ સુવિધા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત