Video: રાજકોટના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ભારે સમસ્યા, લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા

સોર્સ: gstv

દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઢેબર રોડ, ગોંડલ રોડ અને ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. દિવાળીની ખરીદી માટે રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા લોકો પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. રસ્તાઓ પર વાહનોની ભીડને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તહેવારો દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત