Video: મહેસાણાના ઉબખલ જીઆઈડીસીમાં વિકરાળ આગ

સોર્સ: gstv

મહેસાણાના કુકરવાડા નજીક આવેલી ઉબખલ GIDCમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલી અગરબત્તીની એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓને કારણે ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત