Video: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાની માંગ ઉઠી; વાઇલ્ડ લાઇફ રિસર્ચરે વૈજ્ઞાનિક કારણો રજૂ કર્યા

સોર્સ: gstv

ગિરનારના જંગલમાં આ વર્ષે ઓક્ટોબરથી જ પાણીના પોઈન્ટ ચાલુ કરવા પડ્યા છે, જે છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં પહેલીવાર જોવા મળ્યું છે. જો આ વર્ષે લાખો લોકોની પરિક્રમા યોજાશે તો જંગલનું બચેલું પાણી પણ સંપૂર્ણ સુકાઈ જશે અને પાણીના અભાવે વન્યજીવોના મૃત્યુ થવાનું જોખમ વધી જશે. દુષ્કાળની સ્થિતિમાં દીપડા અને સિંહોની માનસિકતા બદલાઈ જતી હોય છે, જેના કારણે માનવ અને વન્યજીવો આમને-સામને આવી શકે છે અને અગાઉ પણ પરિક્રમા દરમિયાન દીપડાના હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું. ૧૯૮૦ના દુષ્કાળમાં પણ માનવ મૃત્યુ થયા હોવાનો હવાલો આપીને, પશુ-પક્ષીઓ અને માનવોના જીવ બચાવવા માટે તંત્ર અને સરકારે આ ગંભીર બાબતે પરિક્રમા પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત