Video: ભરૂચની ગણેશ સુગર ફેક્ટરીની હરાજી અટકવાનો માર્ગ મોકળો: 250 કરોડની મિલકત સામે 48 કરોડનું દેવું ચૂકવાશે

પૂર્વ ચેરમેનના કાર્યકાળ દરમિયાન વિવિધ એજન્સીઓને અપાયેલ રકમ પરત ન આવતા સુગર ફેક્ટરી આર્થિક સંકટમાં મુકાઈ હતી અને 18 નવેમ્બરે હરાજીની નોટિસ જાહેર થઈ હતી. આ ફેક્ટરીને બચાવવા કસ્ટોડીયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા અને વાગરાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણા સક્રિય બન્યા હતા. ધારાસભ્યએ સરકાર સાથે સંકલન સાધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના અજય પટેલ સાથે બેઠક યોજી રકમ ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી. પરિણામે, સુગર ફેક્ટરીની હરાજી ટળી જવાની સાથે જ ધારાસભ્ય અરુણસિંહ રણાએ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સામે રાજકીય પ્રહારો પણ કર્યા હતા.
જાહેરાત







