Video: દિવાળી ટાણે દાહોદમાં કાચા મકાનમાં ભીષણ આગ, ઘરવખરીનો સામાન બળીને ખાખ થતાં પરિવારમાં શોક

સોર્સ: gstv

દિવાળીના પર્વની ખુશીઓ વચ્ચે દાહોદના પોલીસીમલ ગામે કાચા મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી.. મકાનમાં આગ લાગતાની સાથે જ વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી, જેથી પરિવારજનો અને આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગની આ દુર્ઘટનામાં ઘરમાં રહેલો સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તહેવારના દિવસોમાં જ ઘર આંગણે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે પીડિત પરિવારમાં ભારે દુઃખ અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત