Video: વરખડીની ડાળીઓમાંથી તૈયાર કરાતા મેર મેરૈયાને ઘરમાં ફેરવી પરંપરાગત રીતે પૂજન

સોર્સ: gstv

દિવાળીના પર્વ સાથે અનેક ધાર્મિક અને સામાજિક પરંપરાઓ જોડાયેલી છે, જેમાં કેટલીક પરંપરાઓ આધુનિક યુગમાં પણ જીવંત જોવા મળે છે. આવી જ એક અનોખી પરંપરા એટલે મેર મેરૈયાની પરંપરા, જે વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરામાં વગદા એટલે કે વરખડીના વૃક્ષની ડાળીઓનો ઉપયોગ કરીને મેર મેરૈયા તૈયાર કરવામાં આવે છે. લાકડાની સાંઠીના ઉપરના ભાગે રૂ અથવા કપડું બાંધી તેમાં ઘી કે તેલ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રજ્વલિત કરી ઘરના દરેક ખૂણે અને રૂમમાં ફેરવવામાં આવે છે. પરંપરાગત માન્યતા મુજબ આ વિધિ દ્વારા ઘરની શુદ્ધિ કરવામાં આવે છે અને દિવાળીના પર્વે આ ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત