Video: સુરેન્દ્રનગરમાં દિવાળીના શુભ તહેવારમાં જ માતમ છવાયો

સુરેન્દ્રનગરમાં તહેવારના માહોલ વચ્ચે બે યુવકોએ કેનાલમાં પડીને આત્મહત્યા કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કડુ નજીક આવેલી બોટાદ બ્રાન્ચની કેનાલમાં અલગ અલગ સમયે બે યુવકોએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ બંનેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને યુવકોએ કયા કારણોસર આ આત્મહત્યાનું પગલું ભર્યું તેનું કારણ અકબંધ છે.. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ..દિવાળી જેવા આનંદના પર્વ પર બનેલી આ દુર્ઘટનાથી બંને યુવકોના પરિવારજનો ભારે શોકમગ્ન બન્યા છે.
જાહેરાત







