Video: પંચમહાલના મોરવાહડફ પાસે ભીષણ માર્ગ અકસ્માત: કાર અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થતા ત્રણ યુવાનોનું કમકમાટીભર્યું મોત

પંચમહાલના મોરવાહડફ તાલુકાના અગરવાડા ગામ નજીક પૂરઝડપે આવતી કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ-વ્હીલર પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતકોના શબને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે, જેના કારણે આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાહેરાત






