Video: અમરેલી બજારમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની દિવાળીની શુભેચ્છા મુલાકાત: વેપારીઓ અને નાના ધંધાર્થીઓ સાથે કરી વાતચીત

સોર્સ: gstv

દિવાળી પર્વ ટાણે અમરેલીના બસ સ્ટેન્ડથી રાજકમલ ચોક સુધી ઉર્જામંત્રી કૌશિક વેકરીયા બજારમાં નીકળ્યા હતા અને વેપારીઓ તથા નાના ધંધાર્થીઓ સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ અને વેપાર અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રસ્તામાં સામાન્ય નાગરિકો સાથે ચાની ચુસ્કી પણ લગાવી હતી. તેમની સાદગીના દર્શન કરી સ્થાનિક વેપારીઓ અને કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મંત્રીએ 'લોકલ ફોર વોકલ'નો વિશેષ પ્રચાર કરી નાગરિકોને નાના ધંધાર્થીઓ પાસેથી જ ખરીદી કરવા માટેનો અનુરોધ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત