Video: ધારીમાં મગફળીના પાકનું બેસણું કરી તાત્કાલિક સર્વે અને વળતરની ખેડૂતોની માગ

સોર્સ: gstv

અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ઓછા ઉત્પાદનની ચિંતા વચ્ચે વરસાદે મગફળી સહિતના પાકને નુકસાન પહોંચાડતાં ખેડૂતો બેવડા મારનો સામનો કરી રહ્યા છે. ધારીના લાઇન પરા ગામના ખેડૂતોએ મગફળીના પાકને થયેલા નુકસાનના કારણે પાકનું બેસણું પણ કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફતના કારણે તેમની મહેનત અને આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે દિવાળીના સમયે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપવા સરકાર ક્યારે પગલાં લેશે?

આ સમાચાર શેર કરો

જાહેરાત