Video: ભાવનગરમાં દિવાળી પર્વને લઈ પોલીસનું મેગા પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન

ભાવનગર શહેરમાં દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે અને નાગરિકો સુરક્ષિત માહોલમાં પર્વની ઉજવણી કરી શકે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા મેગા પેટ્રોલિંગ અને સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત યોજાયેલા આ વિશેષ ઓપરેશનમાં શહેરના તમામ પી.એસ.આઈ., ડી.વાય.એસ.પી. અને ટ્રાફિક પોલીસ સહિત આશરે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓ સીધા પેટ્રોલિંગમાં જોડાયા હતા. શહેરના અલ્કા ટોકીઝ, ચાવડી ગેટ અને રેલવે સ્ટેશન રોડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કાફલા સાથે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ અસામાજિક તત્વો અને શંકાસ્પદ ઇસમોના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તહેવારોની આડમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના દ્રઢ બને તે માટે પોલીસે કડક કાર્યવાહીના આડેધડ સંકેતો આપી દીધા છે.







