Video: મોટા બોરસરામાં યાર્નના ગોડાઉનમાં લાગી આગ

સુરતના માંગરોળ તાલુકામાં આવેલા મોટા બોરસરા GIDC વિસ્તારમાં આગ લાગી હતી. મોડી રાત્રે આગની આગની ઘટના સામે આવી છે. અહીં આવેલી બાલાજી ટ્રેડિંગ કંપનીના યાર્નના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ માટીવા અને સુમિલન ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખવામાં આવેલો યાર્નનો મોટાપ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જેથી મોટાપાયે નુકસાનીના સમાચાર છે. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
જાહેરાત







