Video: વરસાદી પાણીના નિકાલ માટે મનપાનો મોટો નિર્ણય, સ્ટ્રોમ વોટર લાઇન અને પમ્પિંગ સ્ટેશન બનાવાશે

સોર્સ: gstv

અમદાવાદના બોપલ-સેલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના ઉકેલ માટે મનપા તંત્ર સક્રિય થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ સ્ટ્રોમ વોટર લાઇન અને પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ 66 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં 32 કરોડ અને 25 કરોડ રૂપિયાના ખર્ચે બે સ્ટ્રોમ વોટર લાઇન બનાવવામાં આવશે, જ્યારે 8 કરોડના ખર્ચે STP પ્લાન્ટ તૈયાર કરાશે. બોપલ-સેલાના તળાવોને ઇન્ટરલિંક કરીને પાણીના નિકાલ માટે હેબતપુર ખાતે STP પ્લાન્ટ બનાવવાનું આયોજન છે. દિવાળી બાદ કામગીરી શરૂ કરીને 8થી 9 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત