Video: રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજરી મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં વિવાદ, સસ્પેન્શનની કાર્યવાહીથી નારાજગી

દિલ્હીમાં રાહુલ ગાંધીની રેલીમાં હાજર ન રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે. યુથ કોંગ્રેસની આ કાર્યવાહી બાદ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ સંગઠન સૃજન અભિયાનના વોટ્સએપ ગ્રુપમાં પોતાનો બળાપો ઠાલવ્યો છે. કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યો છે કે કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે જ કેમ કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ દિલ્હી ગયા નહોતા, તો તેમની સામે કાર્યવાહી કેમ નહીં? અનેક શહેરો અને જિલ્લાઓના પ્રમુખો પણ રેલીમાં હાજર નહોતા, તો તેમની સામે શું પગલાં લેવાશે તેવો સવાલ ઉઠ્યો છે.
જાહેરાત








