Video: દ્વારકાના દરિયાકાંઠે પ્રતિબંધિત LED લાઈટ ફિશિંગ બેફામ, દરિયાઈ જીવસૃષ્ટિ સામે મોટું જોખમ!

સોર્સ: gstv

યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદરથી લઈને કચ્છના અખાત સુધીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત LED લાઈટ ફિશિંગની ગંભીર પ્રવૃત્તિ બેફામ બની છે, જ્યાં એકલા રૂપેણ બંદરે જ આશરે 500 જેટલી હોડીઓ આ ગેરકાયદેસર કામગીરીમાં સંકળાયેલી હોવાનો દાવો થઈ રહ્યો છે. રાત્રિના અંધકારમાં તેજસ્વી LED લાઈટોના અજવાળે મોટા પ્રમાણમાં માછલીઓ પકડવાની આ પદ્ધતિ માત્ર નિયમોનો ભંગ જ નથી, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિના કુદરતી સંતુલનને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. આ કૃત્રિમ પ્રકાશના કારણે નાની અને પ્રજનનક્ષમ માછલીઓનો નાશ થવાની સાથે પરંપરાગત રીતે માછીમારી કરતા સ્થાનિક માછીમારોની રોજીરોટી સામે પણ મોટું જોખમ ઊભું થયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત