Video: ભાવનગર અશાંતધારા મામલે પોલીસની કડક કાર્યવાહી, બોરડીગેટના મારૂતી કોમ્પ્લેક્સમાં મિલકતનો કબજો ખાલી કરાવી મૂળ માલિકને સોંપાયો

સોર્સ: gstv

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મિલકતના અશાંતધારા ભંગ મામલે અગાઉ ઘોઘારોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરના અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વડાના આદેશ બાદ સ્થાનિક પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ગેરકાયદેસર રીતે કબજે કરાયેલી આ મિલકતને મુક્ત કરાવીને તેના મૂળ માલિકને સુપરત કરી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી અશાંતધારાનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત