મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભીલડીમાં મોદી સ્વાગતના લાગ્યા નારા

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, જેને લઈને બનાસકાંઠાના ભીલડીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના આગમનને પગલે ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ઠેર ઠેર સ્વાગતનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. સ્થાનિક લોકો દ્વારા 'મોદી ક્યાંય નહીં જાય, હમ તુમ્હારે સાથ હૈ' સહિતના નારા લગાવવામાં આવ્યા છે. આજે ભીલડીમાં પીએમ મોદી 14 હજાર કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પીએમ કિસાન યોજનાનો આશરે 19 હજાર કરોડ રૂપિયાનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ વડાપ્રધાન ભાગ લેશે.

આ સમાચાર શેર કરો