Video: સુરેન્દ્રનગરમાં કુખ્યાત વ્યાજખોર ઋતુ રબારીનું મહિલા પોલીસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન

સુરેન્દ્રનગર શહેરમાં કુખ્યાત વ્યાજખોર અને આરોપી ઋતુ રબારીની મોડી રાત્રે મહિલા પોલીસ દ્વારા જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસે મહિલા પોલીસકર્મીઓ દ્વારા કુખ્યાત આરોપીના હાથ પકડાવીને ભક્તિ નંદન સર્કલ નજીક કાયદો અને વ્યવસ્થાનું ભાન કરાવ્યું હતું. અગાઉ ફાયરિંગ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલો આ આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ૫ ટકા લેખે વ્યાજ વસૂલતો હતો. બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ રવિ માર્યા અને ઋતુ રબારીની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે.






