Video: દિવાળી અને છઠ પૂજા પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારે ભીડ, ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેટિંગ લિસ્ટ ૨૦૦ વટ્યું

સોર્સ: gstv

પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ ડિવિઝન દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે. તેમ છતાં સાબરમતીથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં 177, અસારવાથી આગ્રા જતી ટ્રેનમાં 152 અને ભાગલપુર જતી અમૃતભારત ટ્રેનમાં 100 થી વધુનું વેટિંગ ચાલી રહ્યું છે. પુણે અને મુંબઈ જતી ટ્રેનોમાં પણ ભારે ભીડ અને વેટિંગ જોવા મળી રહ્યું છે. ઘણા મુસાફરોએ કન્ફર્મ ટિકિટ માટે આગળના સ્ટેશનથી બુકિંગ કરાવવું પડી રહ્યું છે. પ્લેટફોર્મ પર અતિશય ભીડ એકત્ર ન થાય તે માટે ખાસ હોલ્ડ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં શેડ, સીસીટીવી કેમેરા, પંખા અને એનાઉન્સમેન્ટ સ્પીકર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત