Video: દિવાળીની રાત્રે અમદાવાદમાં ફટાકડાના કારણે અનેક જગ્યાએ આગ લાગી, ૧૨૬ ઈમરજન્સી કોલ મળ્યા

દિવાળીના તહેવારને લઈને અમદાવાદ ફાયર વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં જોવા મળ્યો હતો. દિવાળીની સાંજે ૬ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી શહેરના અનેક વિસ્તારોમાંથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આખી રાત દરમિયાન ફાયર વિભાગને કુલ ૧૨૬ જેટલા ઈમરજન્સી કોલ મળ્યા હતા, જેમાં મોટાભાગની જગ્યાએ આગ લાગવાનું મુખ્ય કારણ ફટાકડા હોવાનું સામે આવ્યું છે. ક્યાંક રેસિડેન્શિયલ મકાનોમાં તો ક્યાંક ખુલ્લા મેદાનો અને કોમર્શિયલ જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમો આખી રાત ખડેપગે રહી હતી. સદનસીબે ૧૨૬ જેટલા ઈમરજન્સી કોલ મળવા છતાં ક્યાંય પણ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત






