Video: દાહોદમાં ANWની મોટી કાર્યવાહી, 265.990 કિલો અફીણના ડોડા સહિત 47.89 લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

દાહોદમાં ANW દ્વારા બોરખેડા ગામ નજીક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 266 કિલોગ્રામ અફીણના ડોડા એટલે કે પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત અંદાજે 39 લાખ 89 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 8 લાખ રૂપિયાની ફોરવ્હીલર કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુલ 47 લાખ 89 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત