Video: સુરેન્દ્રનગરમાં આઇકોનિક રોડનું કામ અધૂરું રહેતા સહી અભિયાન

સોર્સ: gstv

સુરેન્દ્રનગર શહેરના પ્રથમ આઇકોનિક રોડનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. 60 ફૂટ પહોળા અને એક કિલોમીટર લાંબા આ રોડનું કામ પ્રથમ તબક્કામાં 3.60 કરોડના ખર્ચે શરૂ કરાયું હતું, પરંતુ ડિઝાઇનમાં ફેરફારને કારણે કામ અટકી ગયું હતું. ત્યારબાદ 6.10 કરોડની ગ્રાન્ટની તજવીજ થઈ હોવા છતાં નવા કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામ પૂર્ણ કરાયું નથી. આડેધડ ખોદકામ, ફૂટપાથ અને સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે રોડ પર અંધારપટ છવાઈ જાય છે. રોડ પરના 300થી વધુ વેપારીઓ અને 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્રમાં વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા વેપારીઓ અને સ્થાનિકોએ સહી અભિયાન શરૂ કરી કમિશનરને આવેદનપત્ર આપવાની તૈયારી કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત