Video: ઉપલેટામાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?

સોર્સ: gstv

રાજકોટના ઉપલેટામાં પુલ પાસે કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાના જ વિસ્તારમાં બનેલી આ ઘટનાના કાળા ધુમાડા જોઈ સ્થાનિક લોકો અને પાલિકાના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે નગરપાલિકા પાસે પોતાનું ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હોવાથી દિવાળીના તહેવાર નિમિત્તે બહારથી ભાડા પર ફાયર વાહન મંગાવવું પડ્યું હતું, પરંતુ આગ બુઝાવવા પહોંચેલા આ ભાડાનું વાહન પણ ખોટકાઈ પડયુ હતું. પાલિકાના આ અણઘડ વહીવટ સામે કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે શહેરની 60 થી 70 હજારની વસ્તી હોવા છતાં છેલ્લા દોઢથી બે વર્ષથી પાલિકા પાસે પોતાનું ફાયર ફાઈટર નથી..

આ સમાચાર શેર કરો

જાહેરાત