Video: ડાંગમાં વાઘબારસ પર્વ નિમિત્તે અનોખી ‘દેરા વાદન’ પરંપરા આજે પણ જીવંત, માટલામાંથી ગૂંજે છે વાઘની ગર્જના

ડાંગના આદિવાસી સમાજમાં વાઘબારસના દિવસે વાઘદેવ, નાગદેવ અને સૂર્યદેવ સહિત પ્રકૃતિના તત્ત્વોની પૂજા થાય છે. આ પર્વનું મુખ્ય આકર્ષણ દેરા વાદન છે, જેમાં માટલામાં ડાંગર, સિંદૂર અને કંકુ મૂકી તેના પર ચિત્રો દોરવામાં આવે છે. સાગનાં પાનથી ઢાંકેલા આ માટલાને મોરનાં પીંછાં અને પાણીની મદદથી વગાડવામાં આવે છે, જેથી વાઘની ગર્જના જેવો ધ્વનિ સંભળાય છે. મહિલાઓ પરંપરાગત ગીતો ગાઈ જંગલમાં અવરજવર કરતા પરિવારજનોના રક્ષણ માટે પ્રાર્થના કરે છે. ગાઢવી ગામની મહિલાઓ આ પરંપરાને જીવંત રાખી રહી છે, પરંતુ આધુનિકતાના યુગમાં આ કળા લુપ્ત થવાના આરે હોવાથી તેની જાળવણી કરવી સમયની માંગ બની છે.
જાહેરાત







