Video: અમિત શાહ ચાર દિવસીય ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ સહિતના મુદ્દે બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 4 દિવસીય ગુજરાત પ્રવાસે અમદાવાદ આવી પહોંચ્યા છે, જ્યાં તેમણે દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ, નવા લાગુ કરાયેલા BNS કાયદા અને રાજ્યની આંતરિક સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કચેરી ખાતે આગમન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, જ્યારે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન આગામી ૯ નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી રૂપિયા ૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા સાણંદ-ઈસ્કોન બ્રિજ સહિત કુલ રૂપિયા 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
જાહેરાત







