Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ: યાર્ડની વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચેલા મંત્રી ઈશ્વર પટેલે યાર્ડની વિવિધ વ્યવસ્થાઓ અને ખેડૂતો-વેપારીઓ માટે અમલમાં મૂકવામાં આવેલી આધુનિક ઓનલાઈન સિસ્ટમની કામગીરી અંગે વિશેષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મંત્રીશ્રીને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના અગ્રણી હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત







