Video: ડીસામાં 140 અસરગ્રસ્ત પરિવારોને દિવાળીની ભેટ

સોર્સ: gstv

બનાસકાંઠાના ડીસાના જૂના ડીસામાં રહેતા 140 પરિવારો માટે દિવાળીના તહેવાર પહેલાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. નાઈટ સફારી પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટ માટે જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા દરમિયાન ઘરવિહોણા બનેલા પરિવારોના પુનર્વસન માટે સરકારે સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ પરિવારોને મફત પ્લોટ ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક સર્વે દરમિયાન કુલ 212 દબાણોની ઓળખ કરવામાં આવી હતી, જેના પગલે સરકારે આશરે એક હેક્ટર જમીન પર નવા ગામતળને મંજૂરી આપી છે. લેન્ડ કમિટીની બેઠકમાં 140 પરિવારોની પ્લોટ માટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય 38 પરિવારોની અરજીઓ હાલ તપાસ હેઠળ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત